President's Message

Card image
જગદીશભાઈ વી ભુવા
પ્રમુખ સેવક
કેળવણીધામ

એક વિચાર...

નમસ્કાર,
અમારા ગૌરવવંતા આત્મીય, તેજસ્વી બંધુ-ભગિનીઓ.....

અખંડ ભારતના શિલ્પી અને સાચી સ્વતંત્રતાના પ્રણેતા એવમ્ લોહપુરૂષ, યુગપુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપમે સૌ વારસદાર છીએ તેનું આપણે મન ગૌરવ છે.

આવો, અમારા વ્હાલા જ્ઞાનવંતા, ખમીરવંતા, ઝમીરવંતા, અમીરવંતા ભાઈ-બહેનો... આપણે સૌ સરદાર સાહેબના જીવનના ઊચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ કરવા કટીબદ્ધ થઈએ.

આપણી યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન-વિજ્ઞાન અને ટેક્નોલોજિની આ 21મી સદીમાં અને અવિરતપણે ચાલતા ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણના આ સમયપ્રવાહમાં આપણાં દીકરા-દીકરીઓ દેશ-દુનિયા સાથે તાલ મિલાવી શકે, સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે આગળ વધી શકે, આત્મવિશ્વાસથી પોતાનું સ્વાવલંબી જીવન વિતાવી શકે તે માટે તેમને પૂરતું પીઠબળ અને માર્ગદર્શન પૂરું પાડીએ.

તેઓ શિક્ષિત-દિક્ષિત-વિકસિત અને રક્ષિત થઈ સ્વયંમાં વિશ્વાસ, પારિવારિક સંબંધોમાં, સમાજમાં અભય તૃપ્તિ અને પ્રકૃતિ સાથેના સમન્વયથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ પ્રાપ્ત કરે એવી આપણી નેમ છે.

આવો, આપણે લોકશાહીના ચાર આધારસ્તંભો, જેવા કે રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડિયાતંત્રમાં વધુમાં વધુ આપણાં દીકરા-દીકરીઓ સહભાગી થાય અને તેઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે માટે તોને સક્ષમ બનાવીએ.

આવો, આપણે સૌ મળીને ‘શિક્ષણ થકી સર્વાંગી વિકાસ’ના ધામ કેળવણીધામને તન-મન-ધનથી વધુ સક્ષણ બનાવીએ અને પગદંડીથી મહાપ્રયાણની આ વિકાસયાત્રામાં સૌ પાટીદાર બંધુ-ભગિનીઓ જોડાઈએ.

જય સરદાર... જય હિંદ...

ટીમ કેળવણીધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી

જગદીશભાઈ વી ભુવા

પ્રમુખ સેવક