MISSION

સમાજની નવજાગૃતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણ.

સામાજિક અખંડિતતા માટે એકતા અને બંધુત્વની ભાવના બળવત્તર કરવી.

સમાજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ.

VISION

સમાજના સર્વગ્રાહી વિકાસ માટે જુદા જુદા કાર્યક્રમો /યોજનાઓ હાથ ધરવા.

ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ દ્વારા યુવાનોનું સશક્તિકરણ કરવું.

યુવાનોને રોજગારી તેમજ કારકિર્દીની તકો પૂરી પાડવી.

ઉદ્યોગ/વ્યાપાર સાહસિકો તૈયાર કરવા યોગ્ય માધ્યમ પૂરું પાડવું તેમજ કૌશલ્ય સંવર્ધન માટે આયોજન.

પાટીદારનો સાંસ્કૃતિક વારસો સાતત્યપુર્વક જાળવવો અને નિભાવવો.

Core Values

INCLUSIVITY • INTEGRITY • LEADERSHIP • RESPECT • ACCOUNTABILITY • TRANSPARENCY • PRIDE

GOALS

  • વિશ્વકક્ષાએ પાટીદારની ઓળખ નોંધપાત્ર રીતે વધારવી અને ગ્રામ્યકક્ષાએથી વિશ્વકક્ષાનું જોડાણ વધારવું.
  • જરૂરિયાતમંદ પાટીદાર પરિવારનો સામાજિક અને આર્થિક વિકાસ કરવો.
  • સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી, ઉદ્યોગ સાહસિકતામાં ભાગીદારી.
  • આરોગ્યને જોખમકારક, તંબાકુ, ગુટકા તેમજ દારૂ અને નશાયુક્ત ચીજવસ્તુઓના સેવન/વ્યસન દૂર કરવાના પ્રયત્નો / અભિયાન ચલાવવું.
  • પ્રથમ તબક્કામાં ૨૦૦૦ દીકરા/દીકરીઓ માટે સગવડયુક્ત, પોષાય તે સ્વરૂપની છાત્રાલય સુવિધા ઉપલબ્ધ કરવી.
  • “સરદારધામ”ની ઓળખથી – ટ્રસ્ટની વડા તેમજ કોર્પોરેટ રજિસ્ટર્ડ ભવનનું નિર્માણ કરવું તેમજ “કારકિર્દી ઘડતર” માટેનું અદ્યતન તાલીમ કેન્દ્ર બનાવવું.
  • બીજા તબક્કામાં પર્યાપ્ત જમીન સંપાદન કરી, ૮૦૦૦ દીકરા/દીકરીઓ માટે છાત્રાલયનું નિર્માણ કરવું તેમજ તબક્કાવાર આવા નવીન કેન્દ્રો શરૂ કરવાં.
  • સરકારમાં કામ કરતા તેમજ નિવૃત અધિકારીઓ અને કોર્પોરેટ જગતના, એક્ઝિક્યુટીવના સહકારથી તેમજ સમાજશ્રેષ્ઠીઓના સહયોગથી સંબંધિત ક્ષેત્રના પ્રશ્નો / સમસ્યાઓના નિરાકરણ માટે – મહેસૂલી માર્ગદર્શન / કાનૂની માર્ગદર્શન, ઔદ્યોગિક માર્ગદર્શનના ફોરમની રચના કરવી.
  • સમગ્ર દેશ અને દુનિયામાંથી રાજ્યમાં આવતા પાટીદાર સમુદાય માટે સુવિધાયુક્ત અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવું.